લંડન: કોરોનાનો નવો સ્ટ્રેન (Corona New Strain) મળ્યા બાદ ઝડપથી વધેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને બ્રિટને આખા ઈંગ્લેન્ડમાં લોકડાઉન (Lockdown) લગાવી દીધુ છે. પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે અમે કોરોના વિરુદ્ધ જંગમાં ઓચામાં ઓછું ફેબ્રુઆરીના મધ્ય સુધી નવા સ્ટે-એટ-હોમ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. જેથી કરીને કોરોના વાયરસના નવા સ્ટ્રેનને વધુ ફેલાતો અટકાવી શકાય. સોમવારે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે લોકડાઉન હેઠળ તમામ શાળાઓ પણ બંધ રાખવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાળા-કોલેજો ચાલશે ઓનલાઈન
પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને કહ્યું કે લોકોએ એકવાર ફરીથી ઘર પર રહેવું પડશે. ગત વર્ષ માર્ચમાં મહામારીની પહેલી લહેર સમયે લોકડાઉન સંબંધીત જે પણ આદેશ અપાયા હતા. તેવું એકવાર ફરીથી થઈ રહ્યું છે. કારણ કે હાલ કોરોનાનો નવો સ્ટ્રેન ખુબ ખતરનાક રીતે ફેલાઈ રહ્યો છે. આપણી હોસ્પિટલ કોરોનાના નવા વાયરસના કારણે ખુબ દબાણમાં છે અને મહામારી બાદ આવું પહેલીવાર છે. તેમણે જણાવ્યું કે શાળા, કોલેજો અને યુનિવર્સિટી બંધ રહેશે અને તે તમામ ઓનલાઈન જ ચાલશે. ફક્ત જરૂરી વસ્તુઓ માટે જ લોકો ઘરોની બહાર નીકળી શકશે. 


અમેરિકા હવે ભારત પર અકળાયું, રશિયા સાથેની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ મુદ્દે આપી આ ચેતવણી


આપણને રાષ્ટ્રીય લોકડાઉનની જરૂર
જ્હોનસને કહ્યું કે જે પ્રકારે નવા સંક્રમણના કેસ વધી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ  થઈ ગયું છે કે આપણે વધુ મહેનત કરવાની જરૂર છે. ઈંગ્લેન્ડમાં આપણને એક રાષ્ટ્રીય લોકડાઉનની જરૂર છે. કારણ કે કોરોનાના નવા સ્ટ્રેન વિરુદ્ધ આ કઠોર પગલું પૂરતું છે. તેનો અર્થ એ થયો કે સરકાર એકવાર ફરીથી તમને ઘરમાં રહેવાના નિર્દેશ આપી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ સંક્રમણના કેસમાં વધારો થયો છે. આ નવો સ્ટ્રેન બ્રિટનથી નીકળીને અનેક દેશોમાં ફેલાઈ ગયો છે. 


સ્કોટલેન્ડમાં પણ લોકડાઉન
આ બાજુ સ્કોટલેન્ડ(Scotland) એ પણ ફરીથી લોકડાઉન લગાવ્યું છે. સરકારે લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે મંગળવારથી જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન ચાલુ રહેશે. આ લોકડાઉન બિલકુલ એવું જ રહેશે જે ગત વર્ષ માર્ચમાં લગાવવામાં આવ્યું હતું. એટલે કે લોકોને બહાર નીકળવાની મંજૂરી નહીં રહે. ફર્સ્ટ મિનિસ્ટ નિકોલા સ્ટર્ઝને લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે તમામ શાળાઓ એક ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. તેમણે જણાવ્યું કે મંગળવાર રાતથી જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન લાગુ રહેશે. આ દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતા બધુ બંધ રહેશે અને કોઈને પણ કારણ વગર ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. 


બ્રિટનમાં AstraZeneca-Oxford vaccine આપવાનું શરૂ, 82 વર્ષના વયોવૃદ્ધને રસી આપવામાં આવી


સતત વધી રહ્યા છે કેસ
સ્કોટલેન્ડમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1905 નવા કેસ રેકોર્ડ થયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને 136,498 થઈ ગઈ છે. આ ઉપરાંત મૃતકોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખતા સરકારે કડક લોકડાઉનનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી કહેવાયું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં સ્થિતિનું આકલન કર્યા બાદ લોકડાઉન આગળ વધારવાનો નિર્ણય લેવાશે. જે ઝડપે કેસ આવી રહ્યા છે તે જોતા એવું લાગશે કે લોકડાઉન વધશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube